વર્તમાન સમયમાં કોરોના મહામારીથી બચવા કોવિડ-19ની વેકસીન માટે લાખો લોકોએ ‘બાંયો ચઢાવી’ છે ત્યાં બધાના જ મનના ખૂણામાં એવો સવાલ તો થયો જ હશે કે કોરોના વેકસીન હાથમાં જ કેમ આપવામાં આવે છે, શરીરના બીજા અંગોમાં કેમ નહી ? આ અંગે નર્સિંગના એસોસિએટ પ્રોફેસર લિબી રિચયર્ડે વિગતવાર માહિતી આપતા કહે છે કે
આપણે ત્યાં મોટા ભાગની વેકિસન્સ સ્નાયુમાં જ અપાઈ છે જે ઇન્ટ્રામસ્કયુલર ઇન્જેકશન તરીકે ઓળખાઈ છે. રોટાવાઇરસ જેવી ઘણી વેકસીન મોં દ્વારા આપવામાં આવે છે જયારે ઓરી, અછબડા સહિતની અન્ય કેટલીક વેકસીન ચામડીની નીચે આપવામાં આવે છે. એનું કારણ આપતા પ્રોફેસર લિબી રિચયર્ડેનું કહેવું છે કે શરીરના સ્નાયુમાં મહત્વના રોગપ્રતિકારક કોષો (ઇમ્યુન સેલ્સ) હોય છે. આ ઇમ્યુન સેલ્સ એન્ટિજેનને ઓળખી લે છે અને વાઇરસ કે બેકટેરીયાનો નાનો અંશ પણ આ જગ્યાથી શરીરમાં દાખલ કરાય તો તરત શરીરની રોગપ્રતિકારક શકિત તેનો સામનો કરવા સતર્ક બને છે.
વધુમાં કોવિડ-19ની વેકસીનમાં શરીરમાં એન્ટિજેન દાખલ કરાતા નથી. એન્ટિજેન ઉત્પન્ન કરવા માટેની બ્લુપ્રિન્ટ દાખલ કરાય છે. સ્નાયુમાં રહેલા ઇમ્યુન સેલ્સ આ એન્ટિજેન્સને ઓળખી લિમ્ફ નોડ્સને તેનાથી માહિતગાર કરે છે. મસલ ટિશ્યુમાં વેકિસન આપવાથી ઇમ્યુન સેલ્સ અન્ય રોગપ્રતિકારક કોષોને ચેતવણી આપે છે સ્નાયુના રોગપ્રતિકારક કોષો એન્ટિજેન્સની ઓળખ પછી તેને લિમ્ફ વેસલ્સમાં લઇ જાય છે. તેના દ્વારા એન્ટિજેન સાથેના રોગપ્રતિકારક કોષો લિમ્ફ નોડસ આપણી ઇમ્યુન સિસ્ટમનો મહત્વનો હિસ્સો છે. જેમાં વેકિસન્સમાં રહેલા એન્ટિજેન્સને ઓળખી શકે એવા ઇમ્યુન સેલ્સ વધુ પ્રમાણમાં હોય છે. તેને લીધે એન્ટિબોડીના નિર્માણની પ્રક્રિયા ઝડપી બને છે.આ ઉપરાંત પણ ઘણાં બધા કારણો છે.

