વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં જાણીતા ઐતિહાસિક તોરણીયા ડુંગર સાથે અન્ય બે ડુંગરો આવેલાં છે. જેને અહીંના સ્થાનિક લોકો મૂલટે અને ભવરે(ભવરીયા) તરીકે સંબોધે છે આ ડુંગરોની પણ પોતાની એક ખાસિયતો છે જે આ ડુંગરની મુલાકાત લીધા બાદ ખબર પડે છે.

decision News સાથે મૂલટે ડુંગર અને ભવરે ડુંગરની મુલાકાત લેનાર કિરણ પાડવી આ ડુંગરોની ખાસિયતો શેર કરતા કહે છે કે તોરણીયા ડુંગર પર આવેલા આદિવાસી લોકોની માવલી માતાનાં સ્થાનકોની જેમ આ મૂલટે ડુંગર અને ભવરે ડુંગર પર અહીંના સ્થાનિક આદિવાસી લોકોના આસ્થાના પ્રતિક સમાન દેવ સ્થાનો આવેલા છે. આ ઉપરાંત આ મૂલટે ડુંગરો પર અનેક પ્રકારનાં ઔષધિય અને ઈમારતી વૃક્ષો જોવા મળે છે

આ ડુંગર પર વન્ય પ્રાણીઓ જેવાં કે વાંદરાઓ, દીપડાઓ વગેરે રહે છે. ભવરે (ભવરીયા) ડુંગર પર અનેક પ્રકારનાં વૃક્ષો સાથે કારવી વધું પ્રમાણમાં જોવા મળે છે. આ કારવીનો ઉપયોગ આદિવાસી લોકો પોતાની ઘરની ભીંત બનાવવામાં ઉપયોગમાં લેતા હોય છે. ખરેખર આપણા વિસ્તારમાં આવેલા ડુંગરોની ખાસિયતો આપણા મનને પ્રફુલ્લિત કરતી હોય છે.

By કિરણ પાડવી