સુરત: સુરતના વેસુમાં આજરોજ BAના એક વિદ્યાર્થીનું રોડ ક્રોસ કરતા બાઈકે અડફેટે લેતા મૃત્યુ થયાની ઘટના CCTV કેમેરામાં કેદ થયાની તસ્વીરો સામે આવી રહી છે. આ ઘટનામાં મૃતક બનેલો યુવાન ત્રણ મહિના પહેલા જ યુપીથી સુરત આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે મૃતકના પિતા આતિષ કુમાર રાયનું કહેવું છે કે હિતેશ ત્રણ મહિના પહેલા જ યુપીથી સુરત આવ્યો હતો. BAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હિતેશ ભેસ્તાન સિદ્ધાર્થનગરથી ઘરે કંઈ પણ જાણ કર્યા વગર મિત્રો સાથે નીકળ્યો હતો. ત્યારબાદ વેસુમાં અકસ્માત થયો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું. ઇજાગ્રસ્ત હિતેશને એના મિત્રો સિવિલમાં લઈ આવ્યા હતા.
આ ઘટનામાં મૃતક થયેલો હિતેશ રાય અને તેના મિત્રોનો કોઈ સાથે ઝગડો થયો હોવાની ઘટનાએ પોલીસને આશ્ચર્યમાં મૂકી દીધી છે. હાલમાં પોલીસે હિતેશ રાય સાથે રહેનાર મિત્રોની શોધખોળ આદરી દીધી છે હાલમાં હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવવા આવેલી પોલીસ પાસે હિતેશને સિવિલ લાવનાર કોઈ પણ મિત્રોના નિવેદન કે ઓળખ પત્ર નથી. મિત્રોની પૂછપરછ થાય અને તેમના નિવેદન લેવાય પછી હિતેશના મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ લોકલ કરવું કે ફોરેન્સ્ટિકમાં કરાવવું તે નિર્ણય લેવાશે. ત્યારબાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાય છે. પોસ્ટમોર્ટમ પછી જ વિદ્યાર્થીના મૃત્યુનું સાચું કારણ બહાર આવશે.

