ગુજરાત: હાલમાં વાવાઝોડું ઝડપભેર ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત જિલ્લાઓમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન ખાતા પ્રમાણે વાવાઝોડાની અસરના પગલે 16થી 20 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, નર્મદા અને ભરૂચ જિલ્લામાં અને આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, સુરેન્દ્રનગર, બોટાદ, ખેડા, આણંદ, જુનાગઢમાં વ્યક્ત કરાઇ છે. આ સાથે જ સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, મહેસાણા, અરાવલી, મહિગાસર, સાબરકાંઠા, બનાસકાંઠા, મોરબી તથા કચ્છ અને જુનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગએ વાવાઝોડાના કારણે કચ્છના 123, વલસાડના 84, સુરતના 39, ભરૂચના 30 અને ચરોતરના 15 ગામોને એલર્ટ કર્યા છે. દરિયાકાંઠાના જિલ્લાઓ અને ગામોને લોકોનું સ્થળાંતર કરવાને લઇને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.