દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

રાજપીપળા: વર્તમાન સમયમાં પ્રવર્તી રહેલી કોરોના મહામારીમાં રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં 3 યુવાનો દ્વારા    કોરોના દર્દીઓની સેવા અને દર્દીઓના સગા સબંધીઓ માટે 2 ટાઈમ ભોજનની પણ વ્યવસ્થાઓ ઉભી કરી દિલ સાફ અને નિઃસ્વાર્થ ભાવ સાથે સેવા કરતાં હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Decision Newsને મળેલી જાણકારી અનુસાર આ ત્રણેય યુવાનો સવારે 10 વાગે એટલે રાજપીપળા કોવિડ હોસ્પિટલ પર હાજર થઈ પ્રથમ દર્દીઓના સબંધીઓના વિવિધ પ્રશ્નો હલ કરે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં દર્દીઓના સગા સબંધીઓ માટે 2 ટાઈમ ભોજનની પણ વ્યવસ્થાઓ તેઓ દ્વારા કરવામાં આવી છે. આ સેવાકાર્ય છેલ્લા ૨૦ દિવસથી કરી રહ્યાં છે.

હાલમાં હોસ્પિટલોના કોવિડ વોર્ડમાં કોરોના સંક્રમણનો ભય હોવા છતાં પણ આ યુવાનો પોતાનો જીવના જોખમમાં મૂકી કોરોના દર્દીઓન માટે સવારે નાસ્તો અને 2 ટાઈમ ભોજન પોહ્ચાડે છે. અને હોસ્પીટલમાં સારવાર માટે આવેલા  શારીરિક અસ્વસ્થ દર્દીઓને પોતે જમાડતા નજરે ચઢે છે. સેવામાં કાર્યરત યુવાનો કહે છે કે અમારા ત્રણ યુવાનોના ભોગે જો હોસ્પિટલમાં રહેલા દર્દીઓ સાજા થતા હોય તો અમને કોરોના સંક્રમણ પણ મંજુર છે. દર્દીઓ અમને જે આશીર્વાદ આપે છે તે જ અમારા આ સેવાકાર્યને કરતા રહેવા મનોબળ પૂરું પડે છે.