નવસારી: વર્તમાન સમયમાં જે કોરોના મહામારીએ સ્થાનિક સ્તરે જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે ત્યારે આજના 12 મેના રોજ ઈન્ટરનેશનલ નર્સિસ ડેના દિવસે દેશમાં રાજ્યમાં અને ગ્રામીણ સ્તરે કોરોનાના દર્દીઓની જિંદગી બચાવવા લડી રહેલી સર્વે નર્સિસને આ દિવસની શુભેચ્છાઓ અને દિલથી સલામ !
આજનો આ દિવસ 12 મેના રોજ ઈન્ટરનેશનલ નર્સિસ ડેના દિવસનો ઈતિહાસ જોઈએ તો 200 વર્ષ પૂર્વે 12 મે 1820માં જન્મ લેનારી ફ્લોરેન્સ નાઈટિંગેલ જોડાયેલો છે તેઓએ માનવ સેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી અને આગવી ઓળખ આપી હતી. ફ્લોરેન્સને ‘લેડી વિથ લેમ્પ‘ ના નામથી ઓળખવામાં આવે છે તેઓ રાત-દિવસ જોયા વગર દર્દીઓની સેવામાં રહેતા હતા. તેની બ્રિટિશરો દ્વારા આ ઉજવવાની શરૂવાત કરવામાં આવી હતી.
હાલમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા બધાજ નર્સિંગ કર્મચારીઓ કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન સંક્રમિત થયા હતા.અને કેટલીક નર્સનાં તો મૃત્યુ પણ થયા પણ પોતાની ફરજ અને કર્તવ્ય નિભાવવામાં તેઓએ ક્યારેય પછી પાની કરી નથી. અમુક નર્સિસ કોરોનાગ્રસ્ત થઇ હતી પણ સ્વસ્થ થઈને ફરીથી ફરજ પર જોડાઈ હતી. છેલ્લા એક વર્ષ નર્સિસ કોરોના મહામારીમાં સતત 8થી 10 કલાક PPE કીટ, માસ્ક અને ગ્લોવ્ઝ્માં દર્દીઓની કરી રહ્યો છે. નર્સિંગ સ્ટાફની બહેનો નારીશક્તિનું ઉત્તમ ઉદારહણ પૂરું પાડી રહી છે.