પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

અમદાવાદ: હાલમાં ગુજરાતમાં કોરોનાના કપરા કાળ વચ્ચે અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી ટ્યુશન ક્લાસીસ ચલાવતી શિક્ષિકાના પતિએ વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. એક વર્ષ બાદ શિક્ષિકાના પતિની હેવાનિયત અંગે વિદ્યાર્થિનીના પરિવારજનોને ખબર પડતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ અમદવાદના નિકોલમાં રહેતી 15 વર્ષની વિદ્યાર્થીની દુષ્કર્મનો ભોગ બની છે. આજથી એક વર્ષ પહેલાં નિકોલમાં રહેતી એક મહિલા ઘરે ટ્યૂશન ક્લાસીસ ચલાવતી હતી. એક રવિવારે ટ્યૂશન ક્લાસીસમાં પરીક્ષા હોવાના કારણે તમામ વિદ્યાર્થીઓ હાજર હતા પરીક્ષા પૂરી થતાં મહિલાના પતિએ તમામને ઘરે જવાનું કહ્યું પરંતુ ધોરણ નવમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને બેસી રહેવાનું કહેતા ભયભીત થયેલી વિદ્યાર્થિની ત્યાં બેસી રહી હતી આ સંજોગોનો લાભ લઇ ટ્યુશન ટીચરના પતિએ વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો. વિદ્યાર્થિનીએ આ ઘટનાની જાણ કોઇને કરી નહીં ત્યાર બાદ એક વર્ષ બાદ હેવાનિયતની વિદ્યાર્થિનીના પરિવારજનોને ખબર પડતા તેઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સ્થાનિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જગદીશ ઘેલાણીની પત્ની ટ્યુશન કલાસ ચલાવે છે. તેઓ વ્યવસાયે નાસ્તાની લારી ચલાવે છે. પરંતુ રવિવાર હોવાના કારણે તેઓ ઘરે જ હતા અને એ જ દિવસે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા બાદ એકલતાનો લાભ ઉઠાવી આરોપીએ આ સગીરા પર બળાત્કાર કર્યો હતો હવે પોલીસ એ તપાસી રહી છે કે અન્ય કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આ હરકત કરી છે કે નહિ હાલમાં આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ રેપનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.