ગુજરાત: વર્તમાન સમયમાં કોરોનાની બીજી લહેર સૌથી વધારે ઘાતક છે આવા સંજાગોમાં કેટલીક સ્ટડીઝમાં એવું પણ સામે આવ્યું છે કે તે હવાથી પણ ફેલાઈ શકે છે. તેવામાં જે લોકો એક્સરસાઇઝ માટે બહાર વોક પર જાય છે. તેમના માટે સમસ્યા ઊભી થઈ છે. હાલની પરિસ્થિતિમાં ઘરની બહાર ફરવું કેટલું સુરક્ષિત તેના વિષે અલગ અલગ હેલ્થ એક્સપર્ટનું મંતવ્યો આપે છે.

હાલના કોરોના માહામારીના સમયમાં એક તરફ લોકોને ઘરમાં વધારે રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ત્યાં મોટાભાગના લોકો શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રહેવા માટે એક્સરસાઇઝ કરવા બહાર વોક નીકળતા હોય છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે બહાર વૉક પર તમે ક્યાં રહો છો અને કયા સમય પર જાઓ છો ? એના પર આધાર રાખે છે.

હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે હાલમાં ઘણા શહેરોમાં બહાર નીકળવું સંભવ નથી. તેમ છતાં જો તમે કોઈ સોસાયટીમાં રહો છો તો બહાર રસ્તા પર ન જઈ ને તમે તમારી બિલ્ડીંગ નીચે, ખુલ્લા હોલ અથવા ગાર્ડનમાં ફરવા જઈ શકો છો.  આ ઉપરાંત સવારે વોક પર જાઓ જેથી તમે લોકોના સંપર્કમાં ઓછા આવો. જો તમે બહાર વોક પર જાઓ છો તો લોકોની સાથે 6 થી 10 ફૂટનું અંતર રાખો. આ દરમિયાન માસ્ક સારી રીતે પહેરો. અને હાથમાં સેનીટાઇઝર સાથે રાખો. કોઈ જાણીતી વ્યક્તિ અથવા મિત્ર સાથે જવાની જગ્યાએ એકલા જ વોક પર જવાનું પસંદ કરો. રસ્તામાં કોઈની પણ સાથે વાત કરવા માટે રોકાઓ નહીં. બહાર જતી વખતે તમારા ચહેરા નાક અને આંખ ને યોગ્ય રીતે ઢાંકી રાખો આ બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.