મહુવા: કોરોના કોઈનો સગો થતો નથી આ વાક્યને સાચું ઠરાવતો કિસ્સો હાલમાં જ મહુવા તાલુકાના અનાવલ ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે વાત એમ બની કે કોરોનાએ અનાવલ ગામે રહેતા પતિ, પત્ની અને પુત્રને ભરખી જતા પરિવાર સાથે ગ્રામજનોમાં પણ શોકની લહેર ફેલાઈ હતી. બે દિવસમાં પરિવારના ત્રણ સભ્યોના મોતથી પરિવાર વેર વિખેર થઈ ગયો હતો.

મળેલી માહિતી અનુસાર મહુવા તાલુકાના અનાવલ ગામમાં રહેતા મુસ્લિમ પરિવારમાં છેલ્લા 24 કલાકમાં જ ત્રણ સભ્યોના નિધન થતા શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારમાંથી પત્ની નઝમાબેન શેખનું સોમવારે અવસાન થયા બાદ મંગળવારે પતિ રફ્યુદ્દીન શેખ અને પુત્ર નઈમભાઈ શેખનું હોસ્પિટલમાં અવસાન થયુ હતુ. પિતાના મોત બાદ સાત મિનિટ પછી જ પુત્રનું પણ મૃત્યુની ઘટના બની હતી.

અનાવલ ગામમાં આ ઘટનાથી લોકોમાં શોકની લાગણી સાથે કોરોનાના ભયનું વાતાવરણ પણ સર્જાયું છે લોકો ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ગામના અગ્રણીય લોકો આ ઘટનાને દુઃખદ ગણાવી ગામના લોકોને કોરના સંક્રમણથી સાવચેતી રાખવાનું કહી રહ્યા છે.આ ઘટનાને લઈ વેપારીઓએ બજાર બંધ રાખ્યુ હતુ.