પશ્ચિમ બંગાળ: હાલમાં જ પશ્ચિમ બંગાળમાં શાનદાર જીત બાદ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ બંગાળના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વાર બુધવારે રાજભવન ખાતે શપથ લેવામાં આવ્યા. કોવિડ મહામારીના કારણે આ કાર્યક્રમનું આયોજન એક દમ સાદગીપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું.

વર્તમાનમાં જ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીએ ફરી એક વાર જીત મેળવી છે. જો કે ચૂંટણી પરિણામોની સાથે સાથે બંગાળમાંથી હિંસાની ખબરો પણ આવી રહી છે. આ તમામની વચ્ચે ટીએમસી ચીફ મમતા બેનર્જી આજે સવારે 10.45 કલાકે રાજભવન ખૂબ જ સાદગીપૂર્ણ રીતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વાર શપથગ્રહણ કર્યા.

આ શપથગ્રહણ કાર્યક્રમ કોરોના મહામારીને જોતા ખૂબ નાનાપાયે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ફક્ત 55 મીનિટનો યોજાયો હતો. શપથગ્રહણ બાદ મમતા સીધા નબન્ના જશે. નબન્નામાં મમતાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.