વાંસદા: હાલમાં વાંસદા તાલુકાના કોવીડ 19ના વધુ પડતા થયેલા સંક્રમણના અટકાવવા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા ગામે ગામમાં જઈ કોરોના અંગે જનજાગૃતિની કરવાની એક પહેલ હાથ ધરવામાં આવી છે આજ સંદર્ભે તેમણે ગઈકાલે ઘોડમાળ ગામની પી.એચ.સી અને આજુબાજુના ગામોની મુલાકાત લીધી હતી.
મળેલી માહિતી અનુસાર વાંસદા તાલુકાના ગામડાઓમાં કોરોના સંક્રમણ રોકવા અને કોરોના અંગે જનજાગૃતિ ફેલાવવા વાંસદાના-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ગતરોજ ઘોડમાળ આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવામાં આવી. આ દરમિયાન તેમણે આરોગ્ય કેન્દ્રમાં કઈ મુશ્કેલીઓ છે અને કાર્યરત ડોક્ટરોના તેમજ આરોગ્યકર્મીઓના પ્રશ્નો અને તેમના દ્વારા કરવામાં આવેલી ફેબીફ્લું દવા, 95માસ્ક અને હેડ ગ્લોઝની અસતની રજુવાતો સાંભળી હતી
આ મુલાકાતમાં હાજર પીપલખેડ ગામના સરપંચ હસમુખ માહલાએ મીડિયા સાથે માહિતી શેર કરતા કહ્યું કે વાંસદા તાલુકાના એક સમયમાં હોટસ્પોટ બનેલા પીપલખેડ ગામમાં લોકો અને પંચાયત દ્વારા લેવામાં આવેલી કોરોના અંગેની સાવચેતીના કારણે ઘણા અંશે કોરોના સંક્રમણ અને કોરોના કેસોના આંકડાઓમાં ઘટાડો કરી શક્યા છે.











