સાપુતારા: હાલના સમયમાં ડાંગ જિલ્લામાં વધતાં જતાં કોરોના સંક્રમણને લઈ અહી આવતા પ્રવાસીઓ માટે વઘઇ ખાતે આવેલ બોટનીકલ ગાર્ડન અને ડાંગની અન્ય કૅમ્પ સાઇડ બંધ કરવામાં આવ્યા હોવાનું સુત્રો દ્વારા માહિતી મળી રહી છે.
સ્થાનિક સુત્રો પાસેથી Decision Newsને મળેલી વિગતો અનુસાર હાલમાં કોરોનાના વધતાં કેસો અને સંક્રમણના લીધે ડાંગ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્થાનિક લોકોની સુરક્ષા માટે જિલ્લાના પ્રવાસન સ્થળો બોટનીકલ ગાર્ડન તેમજ મહાલ અને કિલાદ કેમ્પ સાઇડ પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને તમામ સ્થળોએ સુરક્ષા ગાર્ડ ગોઠવવામાં આવ્યા છે.
વહિવટી તંત્ર દ્વારા આગામી સુચના ન મળે ત્યાં સુધી દરેક સ્થળે સુરક્ષા ગાર્ડ હાજરી રહશે આ કારણે સ્થાનિક ક્ષેત્રે બહારથી આવતા પ્રવાસીઓ દ્વારા સ્થાનિક લોકોમાં કોવિડ વાયરસને ફેલાવતા સંક્રમણને રોકી શકાય.આજથી એટલે ૨૪/૦૪/૨૦૨૧ થી આગામી સુચના ન મળે ત્યાં સુધી ગાર્ડનને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)