નર્મદા: વર્તમાન સમયમાં નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના RT-PCR ટેસ્ટ માટે વડોદરા કે સુરત અલગ અલગ જગ્યાએ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે જેના કારણે રિઝલ્ટ આવતા 3-4 દિવસનો સમય લાગી જાય છે. અને RT-PCR ટેસ્ટ કરાવેલા વ્યક્તિઓ બજારમાં બિન્ધાસ્ત નિર્ભય પણે ફરી અને એકબીજાને મળી રહ્યા હોવાના લીધે કોરોના સંક્રમણ સ્થાનિક સ્તરે વધ્યાનું લોકો કહી રહ્યા છે.
સ્થાનિક સુત્રો પાસેથી Decision Newsને મળેલી માહિતી મુજબ નર્મદામાં સ્થાનિક સ્તરે RT-PCR ટેસ્ટ કરાવેલા લોકો બજારમાં બિન્ધાસ્ત નિર્ભય પણે ફરતા જોવા મળે છે કારણ કે વડોદરા કે સુરત જિલ્લામાં કરાવાયેલા ટેસ્ટનું પરિણામ આવતા 3-4 દિવસનો સમય લાગતો હોય છે ત્યાં સુધીમાં તો જેનો રિપોર્ટ પોઝિટિવ આવે એ વ્યક્તિઓએ કેટલાયે લોકોને સંક્રમિત કરી દેતા હોય છે.અને કોરોના સંક્રમણ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે. જો નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટાડવું હોય તો રાજપીપળામાં જ RT-PCR લેબોરેટરી વહેલી તકે શરૂ કરવા લોકો માંગ કરી રહ્યા છે.
નર્મદા જિલ્લા પ્રભારીમંત્રી અને રાજ્યકક્ષા મંત્રી બચુભાઈ ખાબડ સ્થાનિક લોકોને વાયદા પર વાયદા આપી રહ્યા છે કે આવતીકાલથી લેબ ચાલુ થઈ જશે પણ એ આવતીકાલ ક્યારે આવશે ? ખબર નહિ ? લેબનો સમાન આમ જ પડયો છે રૂમ પણ તૈયાર છે પણ કયા કારણોસર લેબ શરૂ કરવામાં નથી. શુ રાજપીપળામાં RT-PCR લેબ ચાલુ ન કરવા પાછળ કોઈ અધિકારીને જવાબદાર છે જો હોય તો તેમના વિરુદ્ધ વહીવટીતંત્રએ કડક પગલાં લેવા જોઈએ. હાલમાં સ્થાનિક સ્તરે લોકોમાં અન્ય શહેરોના લેબ સંચાલક સાથે સાંઠ ગાંઠ હોવાની ચર્ચાનું ચકડોળ ફરી રહ્યું છે.

