દિલ્લી: ગતરોજ સોમવારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મીડિયાને કોઈ પણ મામલાની સુનાવણી દરમિયાન ન્યાયધીશો દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીઓને રીપોર્ટ કરવાથી રોકી શકાશે નહિ જેના કારણે અદાલતમાં થનારી લોકહિતની વાતો હવે જનતાને જાણવા મળશે.
ન્યાયમૂર્તિ ડી.વાય ચંદ્રચુડએ કહ્યું..અમે એ નહિ કહી શકીએ કે મીડિયા કાનુનની અદાલતમાં ચર્ચા સામગ્રીને રીપોર્ટ નહિ કરી શકે કાયદાકીય અદાલતમાં ચર્ચા સમાન સાર્વજનિકની હોય છે અને હું આ જ અંતિમ આદેશના રૂપમાં એ પાયદાન પર રાખીશ. અદાલતમાં બાર અને બેંચના વચ્ચે એક સંવાદ છે કાનુનની અદાલતમાં સંવાદનો ખુલાસો કરવો પણ એટલું જ મહત્વનું છે અને મીડિયાનું આ રીપોર્ટીંગ કરવાનું કર્તવ્ય છે. આ કેવળ આપણા નિર્ણય નહિ છે જે આપણા નાગરિકો માટે મહત્વપૂર્ણ છે. અમે ઈચ્છીએ છીએ કે મીડિયા સંપૂર્ણ રીતે રીપોર્ટ કરે કે અદાલતમાં શું થઇ રહ્યું છે. જે જવાબદેહીની ભાવના લાવશે. મીડિયા રીપોર્ટ એ પણ બતાવશે કે અમે અમારા કર્તવ્યનો પૂર્ણ રીતે વહન કરીએ છીએ. આ ઉપરાંત અન્ય ન્યાયધીશોએ પણ આ નિર્ણયની તરફેણમાં પોતાનો મત રજુ કર્યો.
સુપ્રીમકોર્ટએ માન્યું કે ન્યાયાલયોમાં ચર્ચા જનતાની હિતની હોય છે અને લોકો આ જાણવા હકદાર છે કે બેંચ અને બાર વચ્ચે સંવાદના માધ્યમે કેવી રીતે ન્યાયિક પ્રક્રિયા સામે આવી રહી છે. ન્યાયાલયોએ પણ કહ્યું કે અદાલતી ચર્ચાઓનું રીપોર્ટીંગ ન્યાયધીશો માટે વધારે જવાબદેહી લાવશે અને ન્યાયિક પ્રક્રિયામાં નાગરીકોના વિશ્વાસમાં વધારો કરશે.
સંદર્ભ: LiveLaw Hindi