પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં દક્ષિણ ગુજરાતના ગામોમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા આવનાર ગ્રાહકોની બીડ અને એક જ થમ્બ મશીન પર ફિંગર લેવાતી હોવાથી સંક્રમણ થવાની શક્યતાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોનાનું સંક્રમણથી દક્ષિણ ગુજરાતમાં નવા કોરોના કેસો વધી રહ્યા છે. ત્યારે સસ્તા અનાજની દુકાનોમાં અનાજ લેવા ભારે ભીડ એકઠી થાય છે અને અનાજ લેવા જાય ત્યારે ત્યાં એક જ મશીન પર બધાના થમ્બ લેવાય છે. અને બીજું સસ્તા અનાજની દુકાનોમાં લોકો માસ્ક પહેરીને જોવા મળે છે પણ સેનેટાઈઝરથી વારંવાર હાથને સેનેટાઈઝ કરતા નથી હોતા નથી જેના કારણે કોરોનાનું સંક્રમણનો થવાના ભયને આપણે નજરઅંદાજ ન કરી શકીએ.

હાલમાં કોરોનાના દર્દીઓ ઓક્સિજનના અભાવે વલખા મારી મરણ થઇ રહ્યા છે આવા સંજોગોમાં લોકોમાં સંક્રમણ ઓછું ફેલાય એવો કોઈ ઉપાય વિષે આપણે વિચારવું જોઈએ સરકાર દ્વારા આગામી દિવસોમાં સસ્તા અનાજની દુકાનો પર ઓફલાઈન વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવે તે હાલના તબક્કે ખુબ જ જરૂરી છે જેના કારણે આપણે કોરોના સંક્રમણને ઘણાં અંશે રોકી શકીએ છીએ

સંદર્ભ:દિવ્યભાસ્કર