દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

વાંસદા: છેલ્લા કેટલાય દિવસથી વાંસદા તાલુકામાં કોરોના દર્દીઓ ઓક્સિજનની સુવિધાના અભાવે કેટલાય લોકોના અપમૃત્યુ થઇ રહ્યા હતા ત્યારે ગતરોજ વાંસદા કોટેજ હોસ્પિટલને સાંસદ ડો.કે.સી.પટેલે પોતાની ગ્રાન્ટમાંથી 17.58 લાખની રકમ ફાળવી ઓક્સિજનના બે ટેન્ક આપતા કોટેજના તંત્રએ અને સ્થાનિક લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

આ બાબતે સ્થાનિક નેતાઓ દ્વારા તંત્ર પાસે ઓક્સિજન ટેન્ક ફાળવવાની માંગ કરવામાં આવી હતી તેમ છતાં તંત્રએ ધ્યાન આપ્યું ન હતું. દર્દીઓને ઓક્સિજન વગર રઝળતા મૂકી દીધા હતા. આ મુદ્દે ધારાસભ્ય અનંત પટેલ અને વાંસદામાં ભાજપ અને કોંગ્રેસનું કોરોના કેર ગ્રુપ દ્વારા વલસાડ-ડાંગ-વાંસદાના સાંસદ ડો.કે.સી.પટેલને રજૂઆત કરી હતી.

આ રજુવાત પર સાંસદ ડો.કે.સી.પટેલે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કની જરૂરિયાતને સમજી તેમણે ગતરોજ પોતાની ગ્રાન્ટમાંથી રૂ. 17.58 લાખ ફાળવીને વાંસદા કોટેજને બે ટેન્કર ફાળવતા વાંસદા કોટેજ હોસ્પિટલના ડોક્ટરો, ધારાસભ્ય અનંત પટેલ અને વાંસદા કોરોના કેર ગ્રુપના સભ્યોએ સાંસદનો આભારની લાગણી વ્યક્ત કરી હતી.