વર્તમાન સમયમાં દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે આતંક ફેલાવી દીધો છે, પરીક્ષણ કરનાર દરેક 5 મી વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશનો કોરોના પોઝિટિવિટી રેટ લગભગ 21 ટકા જેટલો જોવા મળી રહ્યો છે.
ICMR અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન, દેશભરમાં કોરોના વાયરસના 17,23,912 ટેસ્ટિંગ થયા છે અને આ પરીક્ષણો બાદ 3,60,960 લોકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. દેશમાં એક દિવસમાં આ સૌથી વધુ કેસ હોવાનું જણાવાયુ છે.
ભારતમાં કોરોના વાયરસના સક્રિય કેસોમાં 96505નો વધારો થયો છે અને હાલમાં દેશમાં કુલ સક્રિય કેસ 29,78,709 પર પહોંચી ગયા છે. માત્ર સક્રિય કેસ જ વધી રહ્યા એવું નથી પરંતુ આ કારણે થતા મૃત્યુની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે.જો કે, થોડી રાહત છે કે કોરોનાથી રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન, દેશભરમાં 2.61 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે અને તેમના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં દેશના 1.48 કરોડથી વધુ લોકો કોરોનાથી મુક્ત પણ બન્યા છે.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)