ગુજરાતમાં રાજ્ય સરકારે હાઈકોર્ટના કડક વલણને પગલે કોરોના મહામારીમાં લગ્ન પ્રસંગ યોજવા પર નિયંત્રણ લાદીને આવા પ્રસંગોમાં માત્ર 50 મહેમાનોની જ હાજરી રાખવા નિર્ણય કર્યો હતો. ત્યારે આજે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન ના આયોજન નહીં કરવા સહિત 50 થી વધુ લોકોને એકત્ર નહિ કરવા સહિત હવે લગ્ન કરવા માટે રાજ્યમાં રજિસ્ટ્રેશન પણ ફરજિયાત કરાયું છે.
આશિષ ભાટિયાએ સોશિયલ સાઈટ્સ ફેસબુક પર વીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, લોકોએ લગ્નના કાર્યક્રમની જાણકારી પોલીસને આપવી પડશે. લગ્ન સમારંભમાં 50 થી વધુ લોકો ભેગા ન થાય. 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન યોજવા નહીં. એટલું જ નહીં લગ્નની નોંધણી કરવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન કરેલા સ્થળ પર પોલીસ ચેકિંગ કરશે. નિયમ ભંગ જણાશે તો કરાશે કાર્યવાહી કરશે. ગુજરાતમાં હવે લગ્ન યોજવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે
હાલમાં જ લગ્ન માટે રાજ્યમાં નિયંત્રણ લાદવામાં આવ્યું છે. જ્યારે પોલીસે લગ્નની એસઓપી જાહેર કરીને હવે લગ્ન યોજવા માટે નોંધણી ફરજિયાત કરી દીધી છે. આ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ https://www.digitalgujarat.gov.in/ પર જઈ મેરેજ રજિસ્ટ્રેશન કરી ફોર્મ ભરવાનું રહશે.