દક્ષિણ ગુજરાત: સમગ્ર રાજ્યમાં કોરોનાની સ્થિતિ અત્યંત કથળી જ છે પણ દક્ષિણ ગુજરાતના મુખ્ય મથક ગણાતા સુરતમાં 24 કલાક કોરોના સંક્રમિત મૃતદેહને અગ્નિદાહ માટે સળગતી ચીમનીઓ પણ પીગળવા લાગી છે. હાલમાં સ્થિતિ એટલી ખરાબ છે કે અંતિમ સંસ્કાર માટે લાંબી કતારો લાગે છે.

આરોગ્ય વિભાગો દ્વારા જાહેર કરાયેલા કોરોનાના કેસોની સંખ્યા ભલે ઓછી હોય પરંતુ સુરતમાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા સતત વધી રહી છે આ મૃતકોના દેહને દફનાવવા માટે હાલમાં એડવાન્સમાં કબરો ખોદવામાં આવી રહ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે કબરો ખોદવા માટે માણસોની એટલે કે મજુરોની અછત ઊભી થયાના કારણે જેસીબી મશીનનો સહારો લેવામાં આવી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં કોરોના મહામારી હૂંફાળો મારી રહી છે. સુરત શહેરને તો જાણે તેને ભરડામાં લીધું છે. સુરત શહેરમાં મૃત શરીરને અગ્નિદાહ દેવા માટે 12 થી 15 કલાકનું વેઈટિંગ છે. કેમ ? અગાવ થી કબર ખોદવામાં આવી રહ્યા છે આ સવાલ અંગે સુરતના કબ્રસ્તાનના સંચાલોકોનું કહેવું છે કે એક કબર ખોદવામાં છ થી સાત કલાકનો સમય લાગે છે આથી જ અગાઉથી કબરોનુ ખોદકામ કરવાનું ચાલુ કર્યું છે.