વાંસદા: વર્તમાન સમયમાં કોરોના કેસો અને તેનું સંક્રમણ વાંસદા તાલુકાના વિસ્તારમાં ખુબ જ ઝડપી ગતિએ ફેલાય રહ્યું છે ત્યારે સ્થાનિક વિસ્તારમાં રવિ અને સોમ વારના દિવસો દરમિયાન નવસારી જિલ્લાના શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકી દ્વારા વેપારી યુનિયન અને વાંસદાના તમામ ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે.

શિવેન્દ્રસિંહ સોલંકીના પત્રમાં જણાવ્યા અનુસાર કોરોના કેસો જ્યારે આપણા વિસ્તારોમાં તાલુકામાં ખુબ જ વધી રહ્યા છે ત્યારે બીજા તાલુકામાં અને જિલ્લામાં પણ સૌ વેપારી મિત્રોએ સ્વચ્છીક લોકડાઉન (બંધ) રાખવાનું નક્કી કરેલ તેના માટે વાંસદા જિલ્લા પંચાયતના લોક પ્રતિનિધિ તરીકે આપના અને આપના પરિવારના આરોગ્યની તકેદારી તથા સુખાકારી રાખવાની મારી ફરજ છે તેથી વાંસદા, રાણી ફળિયા, હનુમાનબારી બંધ રાખવાનું હોય જેમાં આપનું સર્મથન આપવા પત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

જિલ્લાના શાસકના દ્વારા આ પત્ર પ્રાંત અધિકારી વાંસદા, મામલતદાર વાંસદા, PSI વાંસદા, વાંસદાના સરપંચશ્રી, હનુમાનબારીના સરપંચશ્રી, રાણી ફળિયા સરપંચશ્રી અને વેપારી મહાજન મંડળ વાંસદાને સુપરત કરવામાં આવ્યો છે અને વાંસદામાં બે દિવસીય બંધની ભલામણ કરવામાં આવી છે.