વાંસદા: શહેરોની જેમ હવે ગામડાઓમાં પણ દિવસે દિવસે મોટા પ્રમાણમાં અકસ્માતો વધી રહ્યા છે ત્યારે ગતરોજ વાંસદા ધરમપુર હાઇવે પર આવેલા જામલીયા ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઈક સવારો ગંભીર ઘાયલ થયા હતા.
DECISION NEWSની ટીમે ઘટના સ્થળ પર જઈ લીધેલી મુલાકાતમાં જાણવા મળ્યું છે કે આ અકસ્માત ટ્રક અને બાઈક વચ્ચે સાંજના ૭:૦૫ વાગ્યાની આસપાસ થયો હતો અકસ્માતમાં ભોગ બનેલા બાઈક સવાર યુવકનું કહેવું છે કે અમે ધરમપુરથી હું અને મારા સ્ટાફની બે બેહનો પોતાનું માર્કેટિંગનું કામ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે આ જામલીયા ગામ પાસે અમને ટ્રક પાછળથી ટક્કર મારી હતી અને ટ્રક ચાલક અહીંથી ફરાર થઇ ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે અકસ્માતમાં ઘાયલ યુવક ધરમપુરનો તથા બે બહેનો ડાંગની છે તેઓ ધરમપુર ખાતે જોબ અર્થે ગયા હતા. અકસ્માતમાં યુવક ને થોડા પ્રમાણમાં વધારે ઈજા થઇ હતી જ્યારે બહેનોને સામન્ય ઈજા પોહચી હતી. ઘટનાની જાણ થતાં ૧૦૮ની ટીમ અકસ્માત સ્થળે આવી પોહચી હતી અને સારવાર અર્થે વાંસદાની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.