ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના સતત વધતા કેસના કારણે ચિંતિત હાઇકોર્ટે એડવોકેટ જનરલને તાત્કાલિક બોલાવી સુઓમોટો કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યાર બાદ સરકારને આકરા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને સરકારને 3થી 4 દિવસનો કર્ફ્યૂ લાદવાનો નિર્દેશ પણ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.

ગુજરાત હાઇકોર્ટેનું સરકારશ્રીને કહેવું છે કે સમગ્ર ગુજરાતમાં જુદા જુદા પ્રસંગોએ 200 માણસોએ ભેગા થવાની લિમિટ ઓછી કરી નાખવી જોઈએ. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સરકારે ગંભીરતાથી પગલાં લેવા જોઈએ. માત્ર 9 થી 6નો કર્ફ્યુ હવે કોઈ પરિણામ આપી શકે એમ નથી.

ગુજરાતમમાં કોઇ પોલિટિકલ ફંકશન, સોશિયલ ફંકશનને મંજૂરી ન મળે તે જોવાની જવાબદારી સરકારની છે. તમે શું કરી શકશો બતાવો? એવા સવાલના પુછાતા સરકારે જવાબમાં કહ્યું હતું કે લોકોએ સમજવાનું છે કે આ લડાઈ કોરોના અને લોકો વચ્ચેની છે. સરકારે જરૂરી પગલાં લેવા હાઇકોર્ટને ખાતરી આપી હતી.