પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ગુજરાત: વર્તમાન સમયમાં પ્રતિદિન ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. જેના કારણે આ અસહય તાપથી ત્રસ્ત લોકો બહાર ઠંડાપીણા શેરડીનો રસ અને મિનરલ વોટર પર આધાર રાખતા જોવા મળે છે. પણ આજે આપણે એ જાણવું જરૂરી છે કે કોલ્ડડ્રીંક પીધા બાદ એ જ બોટલનો ઉપયોગ પાણીની બોટલ તરીકે કરવાથી આપણા શરીરને કેટલુ નુકશાન થઇ શકે છે ?

આપણા સ્થાનિક લોકોમાં ઠંડા પાણી કે કોલ્ડ્રડીંગની બોટલમાં બીજી વખત ઉપયોગ કરવાના જુગાડ કરવામાં માહેર હોય છે. ગરમીમાં લોકો ખાલી થયેલી કોલ્ડડ્રીંકની બોટલોમાં પાણી ભરીને ફ્રીજમાં મૂકે છે. જે સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. તમને જાણીને નવાઈ લાગશે કે મિનરલ વોટરની અને કોલ્ડડ્રીંગની બોટલો માત્ર વનટાઇમ યુઝ કરવા માટે જ હોય છે. પ્લાસ્ટીક બોટલોનો વારંવાર ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

સંશોધનમાં સામે આવ્યું છે કે પ્લાસ્ટીકની બોટલમાં અને કોલ્ડ્રડીંગની બોટલમાં રાખેલુ પાણી પીવાની શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા ઘટે છે. ગરમીમાં પ્લાસ્ટીક ઓગળે છે આ સાબિત કરવા પ્લાસ્ટીકની બોટલમાં ગરમ પાણી નાખીને ચેક કરી શકાય છે. ઠીકે તેવી જ રીતે કારમાં રાખેલી બોટલ સૂરજની રોશનીથી ગરમ થાય છે. જેથી ડાયોકિસન ઉત્પન્ન થાય છે જેનાથી બેસ્ટ કેન્સર થાય છે.