ધરમપુર: દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં મોટા પ્રમાણમાં અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે ગઈ કાલે વલસાડ જિલ્લાના ધરમપુર ગામના બે યુવાનોના અકસ્માતની ઘટના સામે આવી હતી. રાહતની વાત એ છે કે કોઈ જાનહાની થઇ નથી

મળેલી માહિતી અનુસાર આ બે યુવાનો ધરમપુરના ખાંડા ગામના હતા અને આ અકસ્માતનો હનમતમાળ મોહવપાડા બનવા પામ્યો હતો યુવાનો દ્વારા પોતાની બાઈક રોંગ સાઈટમાં નશાની હાલતમાં પૂર ઝડપે હંકારી રહ્યા હતા સામે સાઈટ રસ્તાની કામ ચાલુ હતું તેથી રસ્તામાં ડામરનું ટેન્કર ઉભું હતું આ યુવાનોની બાઈક આ ટેન્કર સાથે અથડાઈ હતી જેમાં યુવાનો મોટા પ્રમાણમાં ઘાયલ થયા હોવાનું સ્થાનિકો જણાવે છે.

સરપંચના કહ્યા પ્રમાણે આ યુવાનો દ્વારા ટેન્કરના પાછળના ભાગમાં બાઈક ઠોકવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ આવી પોહચી કાર્વાહી હાથ ધરી હતી આ યુવાનોને સારવાર અર્થે પહેલા ધરમપુર હોસ્પિટલ બાદ હાલમાં વલસાડ સિવિલમાં ખસેડાયા છે.

આદિવાસી વિસ્તારોના યુવાનોમાં ઘૂસેલું આ દારુનું વ્યશન કેટલાની જિંદગી ભરખી ચુક્યું છે અને આવનારા સમયમાં કેટલાની જિંદગી ભરખશે એ કહેવું મુશ્કેલ છે.. નિર્ણય યુવાનોએ કરવાનો છે નશામાં રહી જીંદગી ખોવી છે કે નશા વગરની જિંદગી જીવવી છે.