વાંસદા: ૨૩ માર્ચ શહીદ દિને નિમિત્તે દેશમાં વિવિધ જગ્યાએ જુદી જુદી રીતે મનાવવામાં આવે છે ત્યારે ગતરોજ ઈંડિયન્સ રેડક્રોસ સોસાયટી વાંસદાના સંયુક્ત ઉપક્રમે જે.સી.આઈ વાંસદા રોયલ, લાઇન્સ કલબ ઓફ વાંસદા તેમજ શિવમ હોસ્પિટલ હનુમાનબારીના સહયોગથી દેશના શહીદ સૈનિકોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વાંસદા પોલીસ સ્ટેશનમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ રેડક્રોસના પ્રમુખ શ્રીમંત મહારાજા સાહેબ જયવિરેન્દ્રસિંહજીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ શુભ પ્રસંગે કુંવરી સાહેબ ગોંરાંગન કુમારી, વાંસદાના પી.એસ.આઈ વિરેન્દ્રસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ સોલંકી, જેસી હિનલ કેવટ, ડો. મનીષ પટેલ, ડો.જિજ્ઞાસા પટેલ, પ્રદ્યુમનસિંહ સોલંકી, વિરલ વ્યાસ, હિનેશ ભાવસાર, આશિષ સોલંકી, મેહુલ પુરોહિત, પટવર્ધનસિંહ સેંગાર ધર્મેશ પુરોહિત ડો. યોગેન્દ્રસિંહ અટોદરીયા, નટુ પંચાલ અનુપસિંહ સોલંકી વગેરે અગ્રણીય સભ્યોએ હાજરી આપી હતી.
શહીદોની યાદમાં વાંસદામાં યોજવામાં આવેલા આ રક્તદાન શિબિરમાં ૬૫ યુનિટ જેટલું રક્ત એકત્રિત થયું હતું જે જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થશે.