આહવા: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1580 થી વધુ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 07 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4450 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1565 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં કોરોના સ્થિતિ કાબુમાં હોવાનું જાણવા મળે છે.
કોરોના આ આદિવાસી જિલ્લામાં કંટ્રોલમાં રહે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આપ પાર્ટીના કાર્યકર્તાઓનું કહેવું છે કે એક તરફ કોરોનાની પરિસ્થિતિ કંટ્રોલ બહાર બની રહી છે અને એવામાં સરકાર દ્વારા માસ્કનો ૧૦૦૦ રૂપિયા જેવો મોટો દંડ વસુલવામાં આવે છે. અને સામાન્ય લોકો માટે મુશ્કેલી સર્જે છે આ દંડથી બચવા માટે આ માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આહવા જિલ્લામાં હાલ કોરોના પોતાનું પ્રભુત્વ જમાવવામાં નિષ્ફળ રહ્યો છે પરંતુ સાવચેતી રાખવી ખુબ જ જરૂરી છે અને આ સાવચેતી અહીના સ્થાનિક લોકો રાખી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા આ પહેલ સરકારી તંત્ર અને સમાજમાં કોરોના પ્રત્યે જાગૃતિ લાવવામાં માટે કરવા છે.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)