પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

સુરત: વર્તમાન સમયમાં શાળા અને કોલેજોમાં વધી રહેલી પ્રવર્તમાન કોરોનાની મહામારીને નાથવા સુરત મહાનગર પાલિકાએ મહત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં 192 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. ત્યારે સુરત મહાપાલિકાએ 7 દિવસ સુધી ટ્યુશન ક્લાસીસ માત્ર ઓનલાઇન ચાલુ રહેશે. અને શાળા અને કોલેજમાં 7 દિવસ ઓનલાઈન શિક્ષણ રહેશે માત્ર પરીક્ષા જ ઓફલાઈન લેવાશે.

સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનીધી મીડિયાને જણાવ્યું કે કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા મનપા તૈયાર  છે. લોકો 7 દિવસ સેલ્ફ ક્વોરન્ટાઇન થાય તે માટે કામગીરી કરી રહ્યા છીએ. શાળામાં ઓનલાઇન શિક્ષણ થાય એના માટે પણ અપીલ કરવામાં આવી છે.

આવનારા સમયમાં કોરોનાના ઘટતા કેસો જ મનપાના નિર્ણય લેવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને નક્કી થશે કે સુરતની શાળા અને કોલેજોમાં ફરીથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ઓફલાઈન ચાલુ થશે કે નહિ કે પછી ફરીથી ઓનલાઈન જ ચાલુ રહશે. મનપાના નિર્ણય બાદ ક્લાસીસ સંચાલકો દ્વારા ક્લાસ બંધ કરવામાં આવ્યા છે. આજથી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે અને જો નિયમનો ભંગ થશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.