પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ધરમપુર: વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના હનમતમાળ ગામ સોનાર ફળિયામાં નદી પર ચેકડેમમાં ડૂબી જવાના કારણે મોત નીપજયાની ઘટના સામે આવી છે ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ મુત્યુ પામનારની તપાસ હાથ ધરી છે.

મળતી વિગત અનુસાર ચેકડેમ બાંધવાની મજૂરી કામ કરવા મહારાષ્ટ્રના સુરગાણા તાલુકાના ગાળબારીના જસવંતભાઈ ઉલાજીભાઈ પવાર અને અન્ય આવી ત્યાં પડાવ નાખી ઘટના સ્થળ પર રહેતા હતા. 35 વર્ષીય રાજેશભાઈ ધવળુ ચૌધરી હનમતમાળ ગામમાં ફરવા ગયા બાદ પરત પડાવ પર આવતા સોનાર ફળીયા ખાતે આવેલી ખાડીના ચેકડેમના પાણીમાં ડૂબી ગયો હોવાની જાણકારી મળી હતી. ત્યાર પછી પાણીમાંથી ડૂબી ગયેલા રાજેશ ચૌધરીની લાશ કાઢવામાં આવી હતી.

આ અંગે ઘટનાના તપાસના આધારે જસવંતભાઈ પવારે ધરમપુર પોલીસ મથકે ચેકડેમમાં નહાવા ગયેલા રાજેશભાઈ ચૌધરીનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાની માહિતી આપી હતી.