ગુજરાત: ગુજરાતમાં છેલ્લા કેટલાંક દાયકાઓથી આશ્રમશાળાના શિક્ષકો બેવડી ફરજ અને જવાબદારી નિભાવી રહ્યા છે જેમાં સવારે દસ થી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી શિક્ષણકાર્ય ત્યાર બાદ પાંચથી સવારના દસ વાગ્યા સુધી છાત્રાલયની માત્ર ૧૯૮૬ થી માસિક ૩૦ રૂપિયા ના સ્વીકારી ફરીજીયાત ફરજ આપવાની થતી હોય છે.
ઉલ્લેખનીય છે કે આશ્રમશાળાના બાળકોના સર્વાંગી વિકાસ કરવા માટે સમયની માંગ પ્રમાણે છેલ્લા એક વર્ષથી ગૃહપતિ/ગૃહમાતાની અલગથી ભરતી કરવા અંગે વારંવાર સરકારશ્રીમાં રજુવાતો કરવામાં આવી હતી છતાં ધ્યાનમાં લેતા ગરબાડા મત વિસ્તારોના જાબાંઝ ધારાસભ્ય શ્રીમતિ ચંદ્રિકાબેન શ્રીએ ૩૨૬૯૩ નંબરના પ્રશ્નો કરી વિધાનસભામાં જવાબો માગવામાં આવ્યા હતા પરંતુ આ અપેક્ષા નઠારી નીવડી હતી.
સરકાર શ્રીના આદિજાતિ વિભાગના માન.મંત્રીએ તા.૨૨-૧૨-૧૯૫૩ ઠરાવ તેમજ ૩૧-૩-૨૦૦૩ ના ઠરાવો આગળ ધરી ગૃહપતિ/ગૃહમાતા નો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તેવા જવાબો આપી ફરી એકવાર ગુજરાત રાજ્યના આશ્રમશાળાના કર્મચારીઓને નિરાશ કર્યા છે. હવે આવનારો સમય જ બતાવશે કે સરકાર આશ્રમશાળાના શિક્ષકોની માંગ પૂરી કરે છે કે નહિ અને આ સંદર્ભે કેવો નિર્ણય લે છે.