નવી દિલ્હી: આસામ વિધાનસભા ચૂંટણી અગાઉ જ કોંગ્રેસે મહિલાઓ માટે મોટું એલાન કરી દીધું છે. કોંગ્રેસનું કહેવું છે કે જો આસામમાં ‘મહાજોત'(મહાગઠબંધન) સત્તામાં આવશે તો સરકારી નોકરીઓમાં મહિલાઓને 50 ટકા આરક્ષણ આપવામાં આવશે.
કોંગ્રેસના અખિલ ભારતીય મહિલા પ્રમુખ સુષ્મિતા દેવે જણાવ્યું છે કે કોંગ્રેસ નીત ગઠબંધન મહિલા અને યુવાનોના ઉત્થાન પર વધારે ધ્યાન આપવામાં આવશે જ્યારે કોંગ્રેસ નીત મહાગઠબંધન સરકાર બનાવશે તો અમે મહિલાઓ માટે 50 ટકા આરક્ષણ લાગૂ કરીશુ. આ અમારી ગેરન્ટી છે.
હવે થોડા સમયમાં જ આસામ વિધાનસભાની 126 સીટો પર થનારી ચૂંટણી માટે કોંગ્રેસના એનઆઈયુડીએફ. બીપીએફ, માકપા, ભાકપા, ભાકપા અને આંચલિક ગણ મોર્ચની સાથે સમજૂતિ કરી છે. દેવે કહ્યું કે કોંગ્રેસ અને મહાગઠબંધન જવાબદેહી અને નોકરીની ગેરન્ટીમાં ભરોસો રાખે છે. તેમણે ભાજપી નીત રાજ્ય સરકારની સીધા લાભસ્થાળાંતરણ સંબંધિત વિભિન્ન યોજનાઓ પર નિશાન સાધતા કહ્યું કે આસામની મહિલાઓ અને યુવાનોને ભીખ નથી જોઈતી. તે નોકરીની તકો ઈચ્છે છે અને રાજ્યની અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા ઈચ્છે છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ 2 માર્ચે મહાગઠબંધનની 5 ગેરન્ટીની જાહેરાત કરી જેનાથી 5 લાખ સરકારી નોકરીઓ, પ્રત્યેક ઘરેલુ મહિલાઓના પ્રતિમાસ 2 હજાર રુપિયા ભથ્થા, તમામને 200 યુનિટ સુધી મફત વીજળી, સંશોધિત નાગરિકતા કાયદાને રદ્દ કરવા માટે કાયદો અને ચાના બગીચા માટે દહાડી મજૂરોના ન્યૂનતમ વેતનને વધારેને 365 રુપિયા થશેનું એલાન કરવામાં આવ્યું છે.