વાંસદા: મીંઢાબારી ગામે વાંસદા ધરમપુર રોડ પર વહેલી સવારે કોઈ અજાણ્યા વાહનની ટક્કર મારતા લગભગ ૯ થી ૧૦ વર્ષનો વન્યપ્રાણી દીપડાનું મોત થયાની પુષ્ટિ વન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
વાંસદા તાલુકાના પશ્ચિમ રેંજના કાર્યવિસ્તારમાં આવેલ જામલીયા રાઉન્ડ મીંઢાબારી ગામે વાંસદા ધરમપુર રોડ ઉપર ગતરોજ વહેલી સવારે કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી વન્યપ્રાણી દીપડાનું મોત થયું હતું તે અંગે ગામના સરપંચ દ્વારા સવારે ૫;૦૦ વાગે રા.ફો જામલીયાને ટેલીફોનીક મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી
મળતી માહિતી પ્રમાણે રા. ફો જામલીયા દ્વારા રેંજ ફોરેસ્ટ ઓફિસવાંસદા પશ્રચિમ જે.દી રાઠોડને ગામના સરપંચ દ્વારા જાણ થતાંતેઓ તાત્કાલિક સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પોહચયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ દીપડો નવ થી દસ વર્ષનો રસ્તા પર મોત થયું હતું જેનો કબજો લઇ તેની ચકાસણી વાંસદા પશુ ચિકિત્સાલય ખાતે ડો. યસ પટેલ પાસેથી કરાવી તેની દફન વિધિ મીંઢાબારી ખાતાકીય ડેપો પાસે કરવામાં આવી હતી નાયબ વનસંરક્ષક વલસાડ ઉત્તર તથા મદદનીશ વન સંરક્ષક વલસાડ વાંસદાના માર્ગદર્શન હેઠળ જે.ડી રાઠોડ રેંજ ફોરેસ્ટ ઓફિસર વાંસદા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે.