પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

દેશમાં આઝાદી મળ્યા પછી પહેલીવાર કોઈ મહિલાને તેના ગુના માટે ફાંસીની સજા આપવામાં આવી રહી છે જેની મથુરાની જેલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્ય આરોપી શબનમને ફાંસીની સજા આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 2008 દરમિયાન શબનમ નામની મહિલાએ એપ્રીલ મહિનામાં પ્રેમી સાથએ મળીને પોતાના જ સાત પરિવારજનોની કુહાડીથી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ કેસને લઈને નિચલી કોર્ટથી અને સુપ્રીમ કોર્ટમાં પણ ફાંસીની સજા યથાવત રાખવામાં આવી હતી.

શબનમે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી પરંતુ તેની દયા અરજી ફગાવી દેવામાં આવી છે આ કારણોસર આપણા આઝાદ દેશના ઈતિહાસમાં શબનમ પહેલી એવી મહિલા હશે જેને ફાંસીની સજા સંભળાવવામાં આવશે. શબનમને ફાંસી આપવાના મુદ્દે જેલના અધિક્ષકે કહેવું છે કે, હજુ ફાંસીની તારીખ નક્કી નથી કરવામાં આવી અને ના કોઈ આદેશ આવ્યો છે પરંતુ જેલ તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. ડેથ વોરંટ જાહેર થતા જ શબનમને ફાંસી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.