નવસારી: વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજ ચુંટણીના જામેલા માહોલમાં કોરોના ભુલાયો છે તેવામાં નવસારી જિલ્લાના 3 તાલુકાના 3 સેન્ટરો 234 હેલ્થકર્મીને કોવિડ વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લામાં નવસારી, જલાલપોર અને ખેરગામ તાલુકાના 3 સેન્ટર ઉપર સોમવારે કોવિડ વેક્સિનનો બીજો ડોઝ 271 હેલ્થકર્મીને આપવામાં આવ્યો હતો. અને આ પ્રક્રિયા મંગળવારના દિવસે પણ ચાલુ રહી હતી.
ઉલ્લેખનીય છે કે જિલ્લાના અન્ય 3 તાલુકામાં પણ આ બીજા ડોઝ આપવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. જેમાં ગણદેવી તાલુકાની ખારેલ હોસ્પિટલમાં 95, ચીખલી તાલુકાના રૂમલા PHCમાં 66 અને વાંસદા તાલુકાની ઉદિત હોસ્પિટલમાં 73 હેલ્થકર્મીને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો
આમ જિલ્લામાં મળીને કુલ 234 જણાને બીજો ડોઝ અપાયો હતો. છેલ્લા બે દિવસમાં જિલ્લાના 6 તાલુકામાં કુલ 505 હેલ્થકર્મીને બીજો ડોઝ અપાયો હતો. હવે જિલ્લામાં એક્ટિવ કેસ માત્ર 3 જ રહ્યાનું આરોગ્ય કર્મીઓ જણાવી રહ્યા છે.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)