વાંસદા: જનનાયક ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ઉજવાઈ રહેલા ‘જનજાતીય ગૌરવ સપ્તાહ–2026’ અંતર્ગત વાંસદા ખાતે ગુજરાત સરકારના જનજાતિ વિકાસ વિભાગ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડ યુવા મોરચાના મહામંત્રી મયંક પટેલ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
Decision News ને મળેલી જાણકારી મુજબ સંસ્કૃતિ, શિક્ષણ અને સર્વાંગી વિકાસ પર મંથન મહિલા સંમેલનને સંબોધતા મયંક પટેલે જનજાતીય સમાજની ગૌરવશાળી સંસ્કૃતિ અને સમૃદ્ધ પરંપરાઓનું જતન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે મહિલા સશક્તિકરણ, શિક્ષણના વ્યાપ અને સમાજના સર્વાંગી વિકાસ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
બિરસા મુંડાજીના વિચારોને સાચી શ્રદ્ધાંજલિ આ પ્રસંગે વલસાડ યુવા મોરચા મહામંત્રી મયંક પટેલે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાજીના સંઘર્ષ, સ્વાભિમાન અને સમાજજાગૃતિના વિચારોને આત્મસાત કરીને આપણે શિક્ષણ, એકતા અને વિકાસના માર્ગે આગળ વધીએ, એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.











