ધરમપુર: ગતરોજ ધરમપુરના ચર્ચિત આસુરા બ્રિજ પરથી ફરી એકવાર આપઘાતની કરુણ ઘટના સામે આવી છે. મોડી રાત્રે 11: 30 ની આજુબાજુ મોટી કાંગવી ગામના ખોરી ફળિયામાં રહેતા સંકેતભાઈ જગદીશભાઈ નામના યુવકે આસુરા બ્રિજ પરથી નદીમાં કૂદકો મારીને પોતાની જિંદગીનો ટૂંકાવી દીધો હતો.

Decision News મળેલી જાણકરી મુજબ ધરમપુરના મોટી કાંગવી ગામના ખોરી ફળિયામાં રહેતા સંકેતભાઈ જગદીશભાઈ નામના યુવકે આસુરા બ્રિજ પરથી નદીમાં કૂદકો મારીને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ ધરમપુર ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચીને નદીના પાણીમાં ભારે શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ આજે સવારે 9:30 વાગ્યાની આસપાસ યુવકનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢ્યા બાદ તુરંત જ PM અર્થે ધરમપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આશાદાસ્પદ યુવકના અચાનક આ પગલું ભરી લેવાથી મોટી કાંગવી ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાળી ડિબ છવાઈ ગઈ છે. યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે સ્થાનિક ધરમપુર પોલીસે તપાસ શરૂ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here