વાંસદા: રાજ્યમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા અંગે ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત સુરત રેન્જ આઇજી પ્રેમવીરસિંહ અને નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ વાંસદા પોલીસ ટીમે દારૂની હેરાફેરીનો એક મોટો ગુનો શોધી કાઢ્યો છે. ધરમપુર-વાંસદા રોડ પરથી પસાર થતી એક કારમાંથી રૂ. 2,60,400 ની કિંમતનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગુપ્ત બાતમીના આધારે કારમાંથી દારૂનો જથ્થો પકડાયો મળતી વિગતો મુજબ, વાંસદા પોલીસ ટીમને મળેલી ખાનગી બાતમીના આધારે ધરમપુર-વાંસદા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન પસાર થતી સિલ્વર કલરની હુન્ડાઇ આઇ-10 ગાડી (નંબર: GJ-27 BL-7211)ને રોકીને તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા ટીન બિયરની કૂલ 10080 બાટલીઓ મળી આવી હતી.

રૂ. 5.15 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે સ્થળ પરથી 2,60,400 ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો, 2,50,000 ની કિંમતની આઇ-10 કાર અને 5000 નો 1 મોબાઇલ ફોન મળી કૂલ રૂ. 5,15,400/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે વાંસદા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન. બી. આહિર ચલાવી રહ્યા છે.

પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓની વિગત: જિગ્નેશભાઇ સુભાષભાઇ પટેલ (ઉં.વ. 33, ધંધો: મજૂરી, રહે. પરિયા ગામ, બરવાડી ફળિયા, તા. પારડી, જી. વલસાડ) હેમાબેન યોગેશભાઇ પટેલ (ઉં.વ. 35, ધંધો: ઘરકામ, રહે. પરિયા ગામ, પારસી ફળિયા, તા. પારડી, જી. વલસાડ) વોન્ટેડ આરોપી: ચેતનભાઇ પંકજભાઇ પટેલ (રહે. પરિયા ગામ, પારસી ફળિયા, તા. પારડી, જી. વલસાડ) – જેણે દારૂનો જથ્થો ભરી આપ્યો હતો.

સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ આ કામગીરી વાંસદા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. વી. ચાવડા, પીએસઆઈ એન. બી. આહિર, એએસઆઈ યોગેશભાઇ, હેડ કોન્સ્ટેબલ નરસિંહા શંકરસિંગ, દેવેન્દ્રભાઇ ભગુભાઇ, રજનીશભાઇ અશોકભાઇ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ જયમતીબેન જશુભાઇની ટીમ દ્વારા કરવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here