ધરમપુર: આજરોજ ધરમપુર સ્થિત વનરાજ કોલેજની હોસ્ટેલમાં નિર્દોષ આદિવાસી યુવાનો પર હોકી સ્ટીક, કડા અને અણીદાર હથિયારો વડે જીવલેણ હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવાના ચકચારી ગુનામાં વૉન્ટેડ આરોપીઓની આખરે ધરમપુર પોલીસે ધરપકડ કરી લીધી છે.
આ ઘટનામાં મુખ્ય આરોપી તરીકે ભૂમિકા ભજવનાર અને ઘટના બાદથી નાસતા ફરતા ABVP ના કાર્યકર્તા મનન પટેલ અને તેના સાથીદારો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની યાદી: મનન પટેલ (મુખ્ય આરોપી – માલનપાડા), જયદીપ પવાર (રહે. મધળ દેવી), પ્રેમ માહલા (રહે. ધોબી ધુવાણ), રોહન પટેલ (રહે. વાંકલ), હર્ષ ઠક્કર (રહે. ધોબી ધુવાણ)
આ સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા આપતા સામાજિક/રાજકીય આગેવાન રાહુલ પટેલે જણાવ્યું હતું કે, નિર્દોષ આદિવાસી વિદ્યાર્થીઓ પર થયેલો આ હુમલો અત્યંત નિંદનીય છે. આરોપીઓ ગમે તે પહોંચ ધરાવતા હોય, પણ કાયદાથી ઉપર કોઈ નથી. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી યોગ્ય કામગીરી કરી છે, અને હવે પીડિત આદિવાસી યુવાનોને ઝડપી ન્યાય મળે તે જ અમારી માંગ છે.” પોલીસે તમામ પાંચેય આરોપીઓ સામે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.











