બારડોલી: પરિવારમાં રોજીરોટી માટેનો રોજિંદો સંઘર્ષ, પિતા ગેરેજ પર દિવસભર પરસેવો વહાવીને માંડ ૩૦૦ રૂપિયા કમાતા હોય અને માતા લોકોના ઘરે કચરા-પોતા કરીને પરિવારનું ગાડું ખેંચતી હોય—આવી અત્યંત કઠોર ગરીબી વચ્ચે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામના હળપતિ સમાજના તેજસ્વી યુવક રાઠોડ સ્નેહલ અશોકભાઈએ અશક્યને શક્ય કરી બતાવ્યું છે.

Decision News એ મેળવેલી જાણકારી મુજબ ગામની સાદી સરકારી શાળામાંથી પ્રાથમિક શિક્ષણ મેળવનાર સ્નેહલે સાધનોની અછત વચ્ચે પણ હિંમત હારી નહોતી. પોતાની અડગ ધગશ અને અતૂટ પરિશ્રમના જોરે તેણે દેશની સૌથી અઘરી ગણાતી NEET ની પરીક્ષા પાસ કરી વિસનગર મેડિકલ કોલેજમાં MBBS માં પ્રવેશ મેળવી લીધો છે.

ગરીબીની ગાઢ અંધારી રાતોને ચીરીને ડૉક્ટર બનવાના શિખરે પહોંચેલા સ્નેહલનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે, પરંતુ આગળના અભ્યાસના ખર્ચ માટે આ પરિવારને આર્થિક સહકારની સખત જરૂર છે. સ્નેહલના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ‘ઉદય ચેરીટેબલ ટ્રસ્ટ’ અને ‘100 નો સાથ ગ્રુપ’ મદદ માટે આગળ આવ્યા છે. આ સેવાયજ્ઞમાં આર્થિક યોગદાન આપવા ઇચ્છુક દાતાઓ નીચે મુજબની વિગત પર સંપર્ક કે સહાય મોકલી શકે છે:


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here