દમણ: એક સાંસદ આવો પણ… દમણના સાંસદ ઉમેશ પટેલે વલસાડના નનકવાડા ખાતે આવેલી ‘નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ’ (બ્લાઇન્ડ સ્કૂલ) ખાતે રક્ષાબંધન પર્વની ભવ્ય અને સંવેદનશીલ ઉજવણી કરી હતી કાર્યક્રમ દરમિયાન બ્લાઇન્ડ સ્કૂલની દિવ્યાંગ બહેનોએ અત્યંત ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક સાંસદ ઉમેશ પટેલને તિલક કરીને રાખડી બાંધી હતી. અને તેમના લાંબા આયુષ્ય અને સફળતા માટે પ્રભુ પ્રાર્થના કરી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ સાંસદ પટેલે પણ તમામ બહેનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. રક્ષાબંધનની ભાવસભર ઉજવણીની સાથે જ સંસ્થાની બે દ્રષ્ટિહીન બાળકીઓનો પણ જન્મદિવસ હોવાથી, સાંસદ ઉમેશ પટેલે ખાસ કેક અને ભેટ-સોગાદો લાવીને તેમની સાથે કેક કાપી ધામધૂમથી જન્મદિવસ મનાવ્યો હતો.
આ પ્રસંગે સાંસદ ઉમેશ પટેલે જણાવ્યું હતું કે, ‘રક્ષાબંધન એ પ્રેમ અને સુરક્ષાનો તહેવાર છે, બ્લાઈન્ડ સ્કુલના બહેનોએ કઠીન સમયમાં મારા માટે પ્રાર્થના કરી એ મારા સૌભાગ્યની વાત છે. હું સમાજના તમામ નાગરિકોને આ દિવ્યાંગ બાળકીઓ અને બહેનોને યથાશક્તિ મદદ કરવા વિનંતી કરું કરું છું” સંસ્થાના ડાયરેક્ટર અમી પટેલે સાંસદનો આભાર માનતા કહ્યું કે, ઉમેશભાઈએ વ્યસ્ત શિડયુલમાંથી સમય કાઢને રક્ષાબંધનનો તહેવાર દીકરીઓ અને બહેનો સાથે અને બાળકીઓનો જન્મદિવસ મનાવ્યો તેના માટે અમે તેમના આભારી છીએ તેઓ હંમેશા સંસ્થાના સાથ સહકાર માટે ઉભા રહે છે.











