ધરમપુર: સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સ્થિત સચિવાલય જિમખાના ખાતે આયોજિત ‘અખિલ ભારતીય મુલ્કી સેવા બેડમિંટન સ્પર્ધા 2026-27’ (AICS) માં વલસાડની વિદ્યુત નિરીક્ષકશ્રીની કચેરી ખાતે અંગત સહાયક તરીકે ફરજ બજાવતા ચિરાગકુમાર ઠાકોરભાઈ પટેલે શાનદાર રમત દાખવીને ગુજરાત સરકારની બેડમિંટન ટીમમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે.

સ્પર્ધાની મુખ્ય વિગતો: Decision News ને મળેલી જાણકારી મુજબ ચિરાગકુમારે સ્પર્ધા દરમિયાન રમાયેલી એકંદર 09 મેચમાંથી 08 મેચોમાં શાનદાર જીત મેળવી ઉત્કૃષ્ટ રમતનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ભવ્ય સફળતાના આધારે તેઓ આગામી સમયમાં ગુવાહાટી (આસામ) ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની બેડમિંટન સ્પર્ધામાં ગુજરાત સરકારની ટીમ વતી રમવા જશે.

તેઓ હાલ ધરમપુરમાં બાળકો અને યુવાનોને બેડમિંટનમાં યોગ્ય પ્રોત્સાહન અને પ્લેટફોર્મ મળી રહે તે માટે ધરમપુર બેડમિંટન એસોસિએશન (DBA) માં મંત્રી તરીકે સક્રિય સેવાઓ આપી રહ્યા છે. તેમની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ ધરમપુર બેડમિંટન એસોસિએશન સહિત સમગ્ર વલસાડ જિલ્લાના રમતપ્રેમીઓ અને સહકર્મીઓ તરફથી તેમના પર અભિનંદન વર્ષા થઈ રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here