સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગના સસ્પેન્ડેડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (HOD) ડૉ. સુમૈયા મુલ્લા વિવાદોના વમળમાં વધુ ઊંડા ઉતરી રહ્યા છે. રેગિંગકાંડ અને બેદરકારીના આરોપ હેઠળ તાજેતરમાં જ સસ્પેન્ડ થયેલા ડૉ. મુલ્લા સામે હોસ્પિટલના સરકારી સાધનો અને કીટોનો અંગત સ્વાર્થ માટે દુરુપયોગ કરવાના વધુ એક ગંભીર ખુલાસા સામે આવ્યા છે.

મુખ્ય ગેરરીતિઓ અને આક્ષેપો સ્ટાફ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના દાવા મુજબ, ડૉ. મુલ્લા રાત્રિના સમયે હોસ્પિટલની કીમતી ટેસ્ટિંગ કીટ અને મોંઘા મશીનો પોતાની ખાનગી લેબ ચલાવવા માટે લઈ જતા હતા. હોસ્પિટલ માટે સાધનોની ખરીદી દરમિયાન અંગત આર્થિક ફાયદા માટે હલકી ગુણવત્તાની કીટ ખરીદવામાં આવતી હોવાની અને સરકારી નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની આશંકા છે.

આ ઉપરાંત જુનિયર વિદ્યાર્થીઓ પાસે સત્તાનો દુરુપયોગ કરીને પોતાના અંગત PhD થીસીસ લખાવવામાં અને ઘરના કામો કરાવવામાં આવતા હતા. વિરોધ કરનાર વિદ્યાર્થીઓને કરિયર બગાડી નાખવાની અને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકીઓ અપાતી હતી. લાંબા સમયથી સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર પાસે લેખિત ફરિયાદો પેન્ડિંગ હોવા છતાં કોઈ કડક અને દાખલારૂપ કાનૂની કાર્યવાહી ન થતાં તંત્રની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here