નવસારી: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને વિશિષ્ટ સેવાકીય કાર્યો કરનાર નવયુવાનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવાનો વ્યસનમુક્ત, નિરોગી, શિક્ષિત, સંગઠિત, સ્કિલબેઝ્ડ, દેશભક્ત અને સમાજસેવક બને તે આજની સમયની મુખ્ય માંગ હોવાનું ડો. પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

દક્ષિણ ગુજરાતના સદીના સૌથી વિનાશક પૂરમાં પોતાના જીવની બાજી લગાવીને 120 કરતાં વધુ લોકોની જિંદગી બચાવનાર દેવધા ગામના ૪ યુવકો — ગણેશ ભરતભાઈ હળપતિ, આયુષ વિજયભાઈ હળપતિ, સાગર સુનિલભાઈ હળપતિ અને દિવ્યેશ જયેશભાઈ હળપતિનું વિશેષ સન્માન કરાયું. ખેરગામના અનાથ અને ગરીબ ઘરના બાળકો દ્વારા નૃત્યની ઉત્કૃષ્ટ કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આદિવાસી ભગતો અને આદિવાસી વિધિથી લગ્નો તથા મરણોત્તર ક્રિયાઓ કરાવીને સમાજમાં ઉત્તમ ઉદાહરણ બેસાડનાર યુવાનોનું સન્માન કરાયું. ધોરણ ૧૦ અને ૧૨ માં અવ્વલ નંબર લાવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજના અગ્રણીઓ ડો. પ્રદીપભાઈ ગરાસિયા, ડો. નિરવ ભુલાભાઈ પટેલ, ડો. એ. જી. પટેલ, એ. કે. પટેલ, ડી. ઝેડ. પટેલ, બિરસા આર્મીના પંકજ પટેલ, બીજેપી આદિજાતિ મોરચાના ભાવેશ ધોડિયા, અલ્પેશ પટેલ, હિતેશ પટેલ, નવસારી જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ તુષાર પટેલ, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ રશ્મિકા પટેલ, મહિલા બાળ કલ્યાણ અધ્યક્ષ રમીલા પટેલ, જીતુભાઈ મહેતા, ઉર્વશી પટેલ, પ્રતિભા પટેલ, તિરુપા પાવાગઢી, ચંપાબેન પી. પટેલ, સુનિલ પટેલ, ઉમેશ મોગરાવાડી, મુકેશ તીઘરા, ગમન પટેલ, કમલ રાઠોડ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે ડીજે અનંત ચિતાલી અને તેમની ટીમ, દીપક ચોબડિયા અને તેમની ટીમ, સુરતની નેન્સી વસાવા તેમજ હરણ ગામના હિતેશ એસ. પટેલ અને તેમના આદિમ જૂથના બાળકોની ટીમે જબરદસ્ત પ્રદર્શન કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાની ટીમ, હિતેશ પટેલ અને નીતિન પટેલની ચીખલી તાલુકા શિક્ષક સંઘની ટીમ, જીગર બારોટ, મિલન પટેલ, અરુણ ચિતાલી સહિતના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં ડો. નિરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે બાબા સાહેબ આંબેડકર, બિરસા મુંડા તેમજ તંત્યા મામા ભીલના રસ્તે ચાલનારા એવા યુવા સમાજનું નિર્માણ કરવા માંગીએ છીએ, જે સદીઓથી થતા અન્યાય વિરુદ્ધ નિર્ભય બનીને અવાજ ઉઠાવી શકે.”


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here