સાવિત્રીબાઈ ફૂલેનો ફોટોગ્રાફ્સ પ્રતીકાતમ્ક

ઝારખંડ-રાંચી: પેહલા શિક્ષિત સ્ત્રી પર કીચડ અને ગોબર ફેંકતા હતા, આજે ગોબર તો બધું મગજમાં એકઠું કરી રાખ્યું છે એટલે સ્યાહી ફેંકે છે! BTW સાવિત્રીબાઇ ફૂલે પર ગોબર ફેંકવા વાળા વિશે ઇતિહાસમાં વાંચી લેવું બાકી હાલ સ્યાહી ફેંકવા વાળાનું નામ “અમરનાથ પાંડે” છે. સંઘનો કટ્ટર સેવક છે ફેંકવાની નિયત હજુ એજ છે, વસ્તુ બદલાય ગઈ છે!

7 ઑગસ્ટ 2026ના રોજ ઝારખંડ-રાંચીમાં JPSC અને JSSC પરીક્ષાઓમાં અનિયમિતતા/ પેપર લીક વિરુદ્ધના વિદ્યાર્થી આંદોલન દરમિયાન AISA-ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશનની રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરા પર કાળી શાહી ફેંકવામાં આવી. નેહા બોરા વિદ્યાર્થીઓના સમર્થનમાં દિલ્હીથી રાંચી આવી હતી, વિદ્યાર્થીઓના સમર્થનમાં. તે વિધાનસભા તરફની માર્ચમાં ભાગ લઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.

RSSનો સ્વયંસેવક અમરનાથ પાંડે હતો! તેણે શાહી ફેંકતી વેળાએ ‘જય શ્રી રામ’નો નારો લગાવ્યો હતો! અમરનાથ પાંડેની દલીલ હતી કે ‘મને નેહા બોરા પસંદ નથી કારણ કે તેઓ ઉમર ખાલિદના સમર્થક છે, અને આ બધા એન્ટી-નેશનલ છે, તેથી શાહી ફેંકી છે!’

નેહા બોરાએ કહ્યું કે ‘હું ડરવાની નથી. દિલ્હીના અગાઉના વિરોધમાં પેલેટ ગન અને લાઠીચાર્જનો સામનો કર્યા પછી આ શાહી કંઈ નથી. RSS ના ગુંડાઓને એ પણ ખબર નથી કે શાહી લખવા માટે છે, ફેંકવા માટે નહીં! વિરોધીઓ શાહીથી આપણને શરમજનક બનાવવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ આપણે આ શાહીથી આપણું ભવિષ્ય લખીશું !’

જ્યોત્સ્ના આહિર કહે છે: ‘પહેલા શિક્ષિત સ્ત્રી પર કીચડ અને ગોબર ફેંકતા હતા, આજે ગોબર તો બધું મગજમાં એકઠું કરી રાખ્યું છે એટલે શાહી ફેંકે છે! ફેંકવાની નિયત હજુ એજ છે, વસ્તુ બદલાય ગઈ છે!’ r


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here