વાંસદા: આદિવાસી સમાજના હક અને અધિકારોની લડત માટે સતત સક્રિય રહેતા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સામાજિક અને લોકોપયોગી કાર્યો કરીને સેવાધર્મ નિભાવશે.

આગામી 6 ઓગસ્ટના રોજ પોતાના જન્મદિવસ પ્રસંગે તેઓ વાંસદા તાલુકાના ખામલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે મફત મેડિકલ કેમ્પ અને મહા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરી રહ્યા છે. આ અંગે DECISION NEWS સાથે વિશેષ વાતચીત કરતાં ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, સમાજ સેવા અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી એ જ તેમનો મુખ્ય ધ્યેય રહ્યો છે. જન્મદિવસની ઉજવણી માત્ર વ્યક્તિગત ખુશી પૂરતી સીમિત ન રાખતાં, તેનાથી સમાજના સામાન્ય અને ગરીબ વર્ગને સીધો લાભ મળે તેવા હેતુથી આ વિશિષ્ટ સેવાકીય આયોજન કરવામાં આવ્યું છે.

ખામલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાનાર આ કેમ્પમાં સ્થાનિક તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને વિનામૂલ્યે આરોગ્ય તપાસ અને તબીબી સલાહ મળી રહેશે. આ ઉપરાંત, દર્દીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું છે, જેમાં યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાન કરી આ સેવા યજ્ઞમાં સહભાગી બનશે. ધારાસભ્યની આ પહેલને લઈને વાંસદા અને ચીખલી વિસ્તારના નાગરિકો તેમજ આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય આવી લોકહિતની પ્રવૃત્તિઓથી સમાજમાં એક સકારાત્મક સંદેશ પહોંચી રહ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here