પીપલખેડ: વલસાડ અને ડાંગના લોકપ્રિય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા તાજેતરમાં ભારે વરસાદ અને કુદરતી આફતથી પ્રભાવિત થયેલા વાંસદાના પીપલખેડ ગામમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક કાર્યકરો અને ગ્રામજનો સાથે મુલાકાત કરી ખેતી અને મિલકતોને થયેલા નુકસાન અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
સાંસદશ્રીએ નુકસાનીનો ભોગ બનેલા ખેડૂતોને યોગ્ય અને સમયસર વળતર મળી રહે તે માટે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. તેમણે સ્થાનિક કાર્યકરોને તમામ અસરગ્રસ્ત ખેડૂતોની યાદી બનાવી મોકલી આપવા ખાસ સૂચના આપી હતી. અસરગ્રસ્ત ખેડૂતોમાંથી એક પણ વંચિત ન રહી જાય તે માટે કાર્યકરોને તાત્કાલિક સર્વે કરી યાદી સુપ્રત કરવા જણાવાયું. આ મુલાકાત દરમિયાન મહામંત્રી ડૉક્ટર લોચન શાસ્ત્રી, જિલ્લા સદસ્ય શ્રી કરશનભાઈ પટેલ, જિલ્લા સદસ્ય શ્રી હેમંતભાઈ ગાંવિત, તાલુકા સદસ્ય શ્રીમતી જયશ્રીબેન માહલા, પૂર્વ મહામંત્રી શ્રી ગણપતભાઈ માહલા, તાલુકા પંચાયત કારોબારી શ્રી પ્રશાંતભાઈ પટેલ તથા પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી દશરથભાઈ ભોયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત પીપલખેડ સરપંચ શ્રી કમલેશભાઈ માહલા, સરપંચ શ્રી બિસતુભાઇ ચૌધરી, બિપીનભાઈ, રતનભાઈ, વિજયભાઈ, મહેશભાઈ કાનતજી, રમણભાઈ લાલગઢ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.











