નાનાપોંઢા/કપરાડા: ભારે વરસાદના કારણે સર્જાયેલી કુદરતી આપત્તિ વચ્ચે નાનાપોંઢા અને કપરાડા તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને ત્વરિત રાહત પહોંચાડવાની કામગીરી પૂર્ણ જોશમાં ચાલી રહી છે. વરસતા વરસાદ, છલકાતા ચેકડેમો અને ડુંગરાળ વિસ્તાર જેવી અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તાલુકા વિકાસ અધિકારી (TDO) અને તલાટી કમ મંત્રીઓની ટીમે જમીની સ્તરે પહોંચીને લોકોની સહાય કરી છે.

નાનાપોંઢા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 2.1696 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે, જે અસરગ્રસ્ત પરિવારો માટે મોટો આર્થિક ટેકો બની છે. માનવ મૃત્યુ સહાય: તાલુકામાં નોંધાયેલા માનવ મૃત્યુના કુલ 5 કેસોમાંથી 2 પરિવારોને 4.4 લાખની સહાય ચૂકવાઈ ગઈ છે. જ્યારે દસ્તાવેજોની પૂર્તતા ન થવા જેવા કારણોસર 3 પરિવારોની સહાય બાકી છે. કેશ ડોલ્સ: તાલુકાના ૩૫ અસરગ્રસ્ત ગામોમાં કુલ 21.2 લાખનું કેશ ડોલ્સ ચૂકવવામાં આવ્યું છે. નુકસાનીનો અહેવાલ: નાનાપોંઢા તાલુકામાં કુલ 5 માનવ મૃત્યુ, 243 પશુઓના મોત, 148 કાચા-પાકા મકાનોને નુકસાન તથા 1211 ઘરોમાં ઘરવખરી અને કપડાં વગેરેને નુકસાન પહોંચ્યાનો રિપોર્ટ તૈયાર કરાયો છે.

નાનાપોઢાં તાલુકા વિકાસ અધિકારી પ્રીતેશ બારિયા જણાવે છે કે સરગ્રસ્તોને ત્વરિત સહાય મળે તેવા અમારા પૂરા પ્રયાસો છે. અત્યાર સુધી રૂ. 2.16 કરોડની સહાય ચૂકવી દેવાઈ છે. જે કિસ્સાઓમાં દસ્તાવેજો બાકી છે તે પ્રક્રિયા પૂર્ણ થતાં જ ટૂંક સમયમાં સહાય ચૂકવી દેવાશે.”

બીજી તરફ કપરાડા તાલુકામાં પણ વરસાદી આપત્તિ સામે રાહત અને સહાયની કામગીરી ઝડપથી આગળ વધારવામાં આવી છે: મકાન સહાય: 51 અસરગ્રસ્તોને મકાન નુકસાની પેટે 14.17 લાખની સહાય ચૂકવાઈ. ઘરવખરી અને કપડાં સહાય: નુકસાન પામેલી ઘરવખરી અને કપડાં પેટે 2.15 લાખની સહાય આપવામાં આવી. કેશ ડોલ્સ: કેશ ડોલ્સ પેટે  27,700ની સહાય ચૂકવવામાં આવી છે. માનવ મૃત્યુ કેસ: 1 માનવ મૃત્યુના કિસ્સામાં સહાય ચૂકવણી અંગેની વહીવટી પ્રક્રિયા હાલ ચાલુ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here