વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ગંગપુર ગામમાં એક વિશાળ 9 ફૂટ લાંબો અજગર ઝડપાયો છે. સત્યેશકુમાર જગીશભાઈ ગવળીના ઘરના તાડ ફળિયામાં અચાનક આ અજગર દેખાતાં આખા પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
Decision News ને મળેલી મુજબ ઘટનાની તુરંત જાણ સ્થાનિક સર્પમિત્રોને કરવામાં આવી. સર્પમિત્રોએ ત્વરિત સ્થળ પર પહોંચીને કોઈપણ પ્રકારની ઇજા પહોંચાડ્યા વિના અજગરને કુશળતાપૂર્વક પકડી લીધો. ત્યારબાદ તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો છે. આ અજગરને જોવા માટે આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. સદનસીબે સમગ્ર રેસ્ક્યુ કાર્યવાહી દરમિયાન કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હતી.
સર્પમિત્રોએ અપીલ કરી છે કે વન્યપ્રાણીઓ જોવા મળે તો તેમને સીધા હાથે પકડવાનો પ્રયાસ ન કરવો અને તુરંત સર્પમિત્રો અથવા વન વિભાગને સૂચિત કરવું. આવી ઘટનાઓમાં શાંતિ જાળવવી અને વન્યજીવોના રક્ષણમાં સહયોગ આપવો જરૂરી છે.











