સુરત: આજે સાંજે 5 વાગ્યે કોક્રોચ જનતા પાર્ટીના યુવાનો દ્વારા યોજાનારી શાંતિપૂર્ણ રેલીના આયોજક આર્યન અને તેમના મિત્ર કેતનને બપોરે લગભગ ૧૨ વાગ્યે વેસુ પોલીસે ડિટેઇન કરી લીધા હતા. ડિટેન્શન દરમિયાન પોલીસે તેમના મોબાઈલ ફોન, ટુ-વ્હીલર અને વાહનની ચાવી પણ જપ્ત કરીને પોલીસ સ્ટેશનમાં જમા કરી દીધી હતી.
આ કાર્યવાહી કયા કાયદા હેઠળ અને કયા કારણસર કરવામાં આવી તે અંગે પોલીસ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આમ આદમી પાર્ટીના નેતાઓ વેસુ પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ બંને યુવાનોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ સુરત પોલીસની કાર્યપદ્ધતિ અંગે ફરી એકવાર સવાલો ઉઠાવ્યા છે. લોકશાહીમાં દરેક નાગરિકને શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવવાનો અને પ્રતિવાદ કરવાનો બંધારણીય અધિકાર છે. જો કોઈ રેલી શાંતિપૂર્ણ હોય તો તેને અગાઉથી ડિટેઇન કરવાની કાર્યવાહીને અનેક લોકોએ અતિરેકી ગણાવી છે.
ઘટનાના સંબંધમાં પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. આવી કાર્યવાહી કાયદાની મર્યાદામાં અને પારદર્શક રીતે થવી જોઈએ તેમ માનવ અધિકાર કાર્યકરો અને રાજકીય પક્ષોના કાર્યકરો માની રહ્યા છે.
પોલીસ અને વહીવટી તંત્રે શાંતિપૂર્ણ અભિવ્યક્તિના અધિકારને જળવતાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સંતુલિત રીતે નિભાવવી જરૂરી છે.











