ધરમપુર: આજે સાંજે 5: 30 વાગ્યાના સમયે ધરમપુર તાલુકાના માલનપાડા ગામમાં આવેલા HP CNG પેટ્રોલ પંપ  પાસે પિયાગો રિક્ષા પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર મુસાફરોમાં મહિલાઓ અને એક કાકા ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઘટના સ્થળે હાજર લોકોના Decision News ને જણાવ્યા મુજબ, બીલપુડી બરૂમાળના રિક્ષામાં ઘણી બહેનો સવાર હતી. અકસ્માતમાં મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે રિક્ષામાં સવાર એક કાકાનો પગ ફેક્ચર થઈ ગયો છે. ઘાયલોને તાત્કાલિક ધરમપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. અમુક મુસ્ફારોને સામાન્ય ઈજા થઇ હતી.

મળેલી માહિતી મુજબ ઘાયલ મહિલાઓ બિલપુડી ગામની વતની છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ધરમપુર સરકારી હોસ્પિટલમાંથી અકસ્માતમાં ઘાયલ લોકોની મળેલી માહિતી મુજબ કુલ ઘાયલ થયા અને તેમાંથી ત્રણ દાખલ અને એક ફેકચર થયા અને 5 લોકોને સામાન્નીય ઈજા થઇ હોવાથી પ્રાથમિક સારવાર બાદ મોકલી દેવાયા વિગતો મળી છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here