વલસાડ: આજરોજ વલસાડ જિલ્લામાં લગાતાર પડી રહેલા ભારે વરસાદની સ્થિતિને જોતાં જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે, વલસાડ જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.

કલેક્ટરની સૂચના મુજબ નીચે મુજબની તમામ સંસ્થાઓ આદેશ મુજબ તમામ શાળાઓ (પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક), કોલેજો, આઈ.ટી.આઈ. (ITI), આંગણવાડી કેન્દ્રો બંધ રેહશે  આ નિર્ણય વરસાદને કારણે ઉભી થઈ શકે તેવી અકસ્માત અને અસુવિધાઓને ટાળવા માટે લેવામાં આવ્યો છે. વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની, રસ્તાઓ પર પાણીનું સ્તર વધવાની અને નદી-નાળાઓમાં પાણી વધવાની આશંકા છે.

જિલ્લા કલેક્ટર કાર્યાલય તરફથી તમામ શાળા-કોલેજ સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને વિનંતી કરવામાં આવી છે કે આ આદેશનું કડક અમલ કરવામાં આવે. વિદ્યાર્થીઓએ ઘરે જ રહેવું અને અનાવશ્યક બહાર ન નીકળવું જોઈએ. આ સમયે વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે. વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે.

નોંધ: વરસાદની સ્થિતિ અનુસાર આગામી દિવસોમાં વધુ સૂચનાઓ જારી કરવામાં આવી શકે છે. Decision News અપડેટ જોતા રહો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here